Dhwani Ek Bijano


Dhwani Ek Bijano

Rs 470.00


Product Code: 17296
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 238
Binding: Soft
ISBN: 9788184409321

Quantity

we ship worldwide including United States

Dhwani Ek Bijano by Kajal Oza Vaidya | New Best Seller Book By kajal Oza Vaidya | New Book Release |

ધ્વની એક બીજાનો - લેખક : કાજલ ઓઝા વૈદ્ય 

મૃત્યુ વિશેની વાત અત્યંત અશુભ, અમંગળ, અપ્રિય અને અકળાવનારી છે. મોટા ભાગે કોઈ પોતાના મૃત્યુ પછીની તૈયારી કરવા માગતું નથી. પચાસ-પંચાવન-સાંઠ વર્ષના માણસને વિલ કરવાનું કહીએ તો એને ગુસ્સો આવે છે, “કેમ ? હું મરી જવાનો છું ?" આપણે બધા જ બર્થ ડે ઊજવીએ છીએ, પરંતુ એ બર્થ ડેની સાથે જોડાયેલો એક સીધો સંદેશ એ છે કે આપણને મળેલી કુલ. જિંદગીનાં વર્ષોમાંથી એક વર્ષ ઓછું થયું. સવાલ દુઃખી થવાનો, અફસોસ કરવાનો કે પીડામાં પડ્યા રહેવાનો નથી, પણ આપણે કઈ બાબતની ઉજવણી કરીએ છીએ એની તો સમજ હોવી જોઈએ. જો મૃત્યુને સ્વીકારી શકીએ છીએ તો આ ઉજવણી વાજબી છે. આપણે તૈયાર છીએ એ પરિસ્થિતિ માટે, જે તરફ ધીમા પરંતુ સુનિશ્ચિત ડગલે આપણે આગળ વધી રહ્યા છીએ અને જો તૈયાર નથી તો આ ઉજવણી આપણા ભયને ઢાંકવાનો એક મૂર્ખતા પૂર્ણ યત્ન છે.મજા એ છે કે, માંદા પડવું એ પણ એક કલા છે... મોટાભાગના લોકોને આ કલા આવડતી નથી. મોટા ભાગના લોકો પોતાની માંદગીને એટલી વરવી અને કંટાળાજનક બનાવી દે છે. ફક્ત પોતાના માટે જ નહીં, બીજાના માટે પણ! ઘરમાં પરિવારમાં આપણે એવા ઘણા લોકોને જાણીએ છીએ કે જે બીમાર પડે તો એના કરતા વધારે બીમાર આપણે આપણી જાતને અનુભવવા માંડીએ, એમની બીમારી ઘરના બાકીના બધા જ સભ્યો માટે એટલી મોટી સમસ્યા બનીને, આવે કે આપણે સૌ મનોમન પ્રાર્થના કરતા થઈ જઈએ કે ઘરમાં ગમે તે માંદું પડે, પણ આ વ્યક્તિ બીમાર ન પડવી જોઈએ.


There have been no reviews