Avchetan Man Ni Shakti Ni Pachad Aatmabal
Avchetan Man Ni Shakti Ni Pachad Aatmabal by Sirshree અવચેતન મન ની શક્તિ ની પાછળ આત્મબળ - લેખક : સરશ્રી Power beyond your subconscious mind in Gujarati આપનું અવચેતનમન કોઈ અજૂબાથી ઓછું નથી. તેને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો તે આપના જીવનમાં અનોખા ચમત્કારો કરી શકે છે. આ ટ્રેનિંગના અનેક અદ્ભુત ફાયદાઓ તો છે જ પરંતુ આપણું લક્ષ્ય છે એનાથી પણ પાર જવું. અવચેતન મનના રહસ્યોને શબ્દોમાં દર્શાવવાં મુશ્કેલ છે પરંતુ હા, ત્યાં સુધી લઈ જવાવાળો માર્ગ અને તેના પર ચાલવાની યુક્તિ બતાવી શકાય છે. આ કોશિશ જ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જેમ કે : • અવચેતન મનને પ્રશિક્ષિત શા માટે અને કેવી રીતે કરવામાં આવે ? • આ મનને પાર કઈ પાંચ શક્તિઓ છે જે આત્મબળ પ્રદાન કરે છે ? • પોતાના ઈમોશન્સને કેવી રીતે સંભાળવામાં આવે ? • પોતાની ઊર્જાને એકત્રિત શા માટે અને કેવી રીતે કરવામાં આવે ? • આત્મબળથી પહાડ જેવાં લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે ? |