80 Diwasma Pruthvini Pradakshina


80 Diwasma Pruthvini Pradakshina

Rs 300.00


Product Code: 9191
Author: Daulatbhai Nayak

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Originali writern by Jule Vern published in 2007

જૂલે વર્ને ૧૮૬૭માં લખેલી આ કથા તેના સર્વ શ્રેષ્ઠ સર્જનોમાંની એક છે. અઢારમી અને ઓગણીસમી સદીની અલ્પવિકસિત દુનિયામાં રહેતા મહાન સર્જકે આજે ૨૧મી સદીમાં પણ વાંચતાં આશ્ચર્ય અને રોમાંચ જગાડતી આ કૃતિનું સર્જન કર્યું હતું. બઁક ઓફ ઇંગ્લેન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનાયક ફિલિયાસ ફોગ સામે આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવાં છતાં તેણે એ પડકાર ઝીલી લીધો. અને ચાલુ થઈ - લંડનથી લંડન વાયા યુરોપ, ઇન્ડિયા, ચીન, જાપાન અને અમેરિકાની જીવસટોસટનાં સાહસોથી ભરેલી યાત્રા. કથાનો સૌથી રોમાંચક ભાગ લેખકને પ્રિય એવા ઇન્ડિયા સંબંધી છે. મલબાર હિલના મંદિરનો દિલધડક પ્રસંગ, હાથી ઉપરની અનોખી સવારી, બુંદેલખંડની રાજરાણીની વીતકકથા, કલકત્તાની કોર્ટમાં ભજવાયેલું સજા-એ-અમલનું પ્રહસન, ઉપરાંત હજારો જંગલી ભેંસોના ટોળા દ્વારા અટકાવાતી રેલગાડી અને છેલ્લે નાયક અને ખલનાયક વચ્ચેના દ્વંદ્વના પ્રસંગો કથાના અંત સુધી વાચકને જકડી રાખે છે. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રગટ થયેલી આ સાહસકથાએ વેચાણના અનેક વિક્રમો સર કર્યા છે.
 

There have been no reviews